વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આજે ઇસ્લામાબાદમાં શાંઘાઈ સહયોગ સંગઠન – S.C.O.ની સરકારના વડાઓની પરિષદની 23મી બેઠકમાં ઉપસ્થિત રહેશે. તેઓ પાકિસ્તાનના 2 દિવસના પ્રવાસ પર ગઈકાલે પાકિસ્તાન પહોંચ્યા છે. પાકિસ્તાનની અધ્યક્ષતામાં યોજાયેલી S.C.O.ની બેઠકમાં ડૉ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારત S.C.O.ની તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે ભાગ લે છે. સંસ્થાના સરકારના વડાઓની એક બેઠક દર વર્ષે યોજાય છે, જેમાં વેપાર અને આર્થિક કાર્યસૂચિની ચર્ચા કરવામાં આવે છે. આ પહેલા ડૉ. જયશંકરે તેમની પાકિસ્તાન યાત્રા એક બહુપક્ષીય ઉદ્દેશ્ય માટે હોવાનું જણાવ્યું હતું. તેમણે આ પ્રવાસ દરમિયાન કોઈ પણ દ્વિપક્ષીય સંવાદ થવાની સંભાવનાને નકારી હતી. નવ વર્ષમાં કોઈ ભારતીય વિદેશ મંત્રી દ્વારા પાડોશી દેશની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે.
Site Admin | ઓક્ટોબર 16, 2024 9:10 એ એમ (AM) | #SCOSummit2024 #akashvaninews #akashvani | India | Islamabad | newsupdate
વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આજે ઇસ્લામાબાદમાં શાંઘાઈ સહયોગ સંગઠન – S.C.O.ની સરકારના વડાઓની પરિષદની 23મી બેઠકમાં ઉપસ્થિત રહેશે.
