વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કર્યા હતા. શ્રી જયશંકરે કહ્યું, પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે આંતકવાદ એક જોખમ બની ગયું છે. તેમ જ આતંકવાદી હુમલાઓ કરનારાઓને અને આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડનારાઓની ઓળખ કરી તેમને સજા આપવાની જરૂર છે.
તાજેતરમાં જ કઝાકિસ્તાનમાં અસ્તાનાની સમાચાર સંસ્થા સાથેના એક ઈન્ટરવ્યૂમાં શ્રી જયશંકરે એ વાત પર પણ ભાર મુક્યો હતો કે, આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદ સામેની લડાઈ શાંઘાઈ સહયોગ સંગઠન – SCOની પ્રાથમિકતા છે. SCOના રાષ્ટ્રાધ્યક્ષ પરિષદની 24મી બેઠક કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં કઝાકિસ્તાનની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
શ્રી જયશંકરે કહ્યું કઝાકિસ્તાને આતંકવાદ, અલગાવવાદ અને કટ્ટરતા સામે યુદ્ધ છેડવાના પ્રસ્તાવ પર વિચાર-વિમર્શ કર્યો તે સારી વાત છે.
Site Admin | જુલાઇ 16, 2024 10:56 એ એમ (AM) | aakshvani | aakshvaninews | India | newsupdate | Pakistan | SCO