વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઇકાલે નવી દિલ્હીમાં નેધરલેન્ડના વિદેશ મંત્રી કૈસપર વેલ્ડકેમ્પ સાથે મુલાકાત કરી હતી.સોશિયલ મીડિયા સંદેશમાં ડૉ. જયશંકરે જણાવ્યું કે, આ બેઠક દરમિયાન તેમણે વેપાર, રોકાણ, નવીનતા, કૃષિ, આરોગ્ય, સુરક્ષા અને લોકો વચ્ચેના સંબંધો સહિત વધતા દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા કરી. આ ઉપરાંત વૈશ્વિક વ્યૂહાત્મક વિકાસના મહત્વ વિશે પણ ચર્ચા કરાઇ. શ્રી વેલ્ડકેમ્પ ગઇકાલે સાંજે ભારતની બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, આ મુલાકાત ભારત અને નેધરલેન્ડ વચ્ચેના બહુપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે.
Site Admin | એપ્રિલ 1, 2025 10:03 એ એમ (AM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નવી દિલ્હીમાં નેધરલેન્ડના વિદેશ મંત્રી કૈસપર વેલ્ડકેમ્પ સાથે મુલાકાત કરી
