વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે આજે બેંગલુરુમાં નવા અમેરિકન કોન્સ્યુલેટનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે બંને દેશો પાસે ખાસ કરીને AI, અવકાશ ક્ષેત્ર, સંરક્ષણ, ડ્રોન, બાયો ટેકનોલોજી જેવા ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગ કરવાની ક્ષમતા હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે બેંગલુરુ ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રમાં આગળ હોવાની સાથે HAL જેવા સંગઠનો ધરાવે છે, તેથી ભારત અને બેંગલુરુ બંનેને આ કોન્સ્યુલેટનો લાભ મળશે. નવું કોન્સ્યુલેટ ટૂંક સમયમાં અહીં તેની વિઝા સેવાઓ શરૂ કરશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી. બેંગલુરુમાં નવા અમેરિકન કોન્સ્યુલેટના ઉદ્ઘાટન સમારોહમાં ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટ્ટી અને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમાર ઉપસ્થિત રહ્યા હતા
Site Admin | જાન્યુઆરી 17, 2025 2:18 પી એમ(PM) | વિદેશ મંત્રી
વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે આજે બેંગલુરુમાં નવા અમેરિકન કોન્સ્યુલેટનું ઉદઘાટન કર્યું
