વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારતના વધતા જતા વૈશ્વિક કદ અને પડકારજનક સમયમાં ભારતની અર્થપૂર્ણ સહાય અંગે પ્રકાશ પાડ્યો છે. સ્પેનમાં ભારતીયમૂળના લોકોને સંબોધન કરતાં , તેમણે વૈશ્વિક મંચ પર ભારતના સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ" ના અભિગમ પર ભાર મૂક્યો હતો. ડૉ. જયશંકરે ભારત-સ્પેન સંબંધો વિશે આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું કે બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધો નોંધપાત્ર પ્રગતિના શિખર પર છે.
Site Admin | જાન્યુઆરી 14, 2025 2:10 પી એમ(PM)