વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે ગઈકાલે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારી અને તાજેતરના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ અંગે ચર્ચા કરી હતી. ડૉ. જયશંકર 24 ડિસેમ્બરથી અમેરિકાની છ દિવસની મુલાકાતે છે.
તેમની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અમેરિકના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન ડૉ. જયશંકર અમેરિકામાં ભારતના કોન્સલ જનરલના સંમેલનની પણ અધ્યક્ષતા કરશે.
Site Admin | ડિસેમ્બર 27, 2024 2:23 પી એમ(PM) | વિદેશ મંત્રી
વિદેશ મંત્રી ડૉ એસ. જયશંકર અમેરિકાના પ્રવાસ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે
