વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં પોર્ટુગલના વિદેશ મંત્રી પાઉલો રાંગલ સાથે ચર્ચા કરી હતી.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે તેમણે ભારત અને પોર્ટુગલ વચ્ચેના સંબંધોની સમીક્ષા કરી હતી અને સ્વચ્છ ઉર્જા, ટેક્નોલોજી, ડિજિટલ, પરિવહન, હેરિટેજ અને દરિયાઈ સહયોગ જેવા ક્ષેત્રોમાં નવી તકોની અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયા, યુક્રેન અને ઈન્ડો-પેસિફિક સંબંધિત મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ડો. જયશંકરે બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સહયોગ તથા ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે પોર્ટુગલના સમર્થનની પણ પ્રશંસા કરી હતી.
Site Admin | ડિસેમ્બર 14, 2024 8:34 એ એમ (AM) | વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર