ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે કતારમાં દોહા ફોરમમાં ભાગ લેશે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે કતારમાં દોહા ફોરમમાં ભાગ લેશે. આ વર્ષની દોહા ફોરમની વિષય વસ્તુ છે – અનિવાર્ય ઈનોવેશન છે. ડૉ. જયશંકર આવતીકાલે બહેરીનના વિદેશમંત્રી અબ્દુલ્લાતિફ બિન રશીદ અલ જાયની સાથે ચોથા ભારત-બહેરીન ઉચ્ચ સંયુક્ત આયોગની સહ-અધ્યક્ષતા પણ કરશે. બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે અને સંબંધોને વધુ ગાઢ બનાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
ડૉ. જયશંકર 8 ડિસેમ્બરે બહેરીનમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ મનામા ડાયલોગની 20મી આવૃત્તિમાં ભાગ લેશે. આ વર્ષની સંવાદની વિષય વસ્તુ પ્રાદેશિક સમૃદ્ધિ અને સુરક્ષામાં પશ્ચિમ એશિયાનું નેતૃત્વ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ