વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત આજે વૈશ્વિક મિત્ર તરીકે સ્થાન પામી રહ્યું છે. નવી દિલ્હીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સભાને સંબોધતા, ડૉ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે નવી દિલ્હી શક્ય તેટલા વધુ દેશોને મિત્ર બનવા માંગે છે.તેમણે કહ્યું હતું કે ભારતમાં, સાંસ્કૃતિક અને ઐતિહાસિક પરિબળો છે.. ડૉ. જયશંકરે ભાર મૂક્યો કે યુ.એસ., જાપાન અને ઑસ્ટ્રેલિયાને QUAD થી ફાયદો થયો છે.ડૉ. જયશંકરે ઉલ્લેખ કર્યો કે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા જેવી સંવેદનશીલતા હંમેશા ભાગીદારોના મૂલ્યાંકનમાં પરિબળ બની રહેશે. તેમણે સમજાવ્યું કે કેટલાક મિત્રો અન્ય કરતા વધુ જટિલ પણ હોઈ શકે છે અને તેઓ હંમેશા પરસ્પર આદરની સંસ્કૃતિ અથવા રાજદ્વારી શિષ્ટાચારના સિદ્ધાંતોને શેર કરી શકતા નથી. તેમણે કહ્યું કે ભારતે સમયાંતરે પોતાના ઘરેલું મુદ્દાઓ પર ટિકા ટિપ્પણીઓનો સામનો કર્યો છે.
Site Admin | નવેમ્બર 2, 2024 7:05 પી એમ(PM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત આજે વૈશ્વિક મિત્ર તરીકે સ્થાન પામી રહ્યું છે
