ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 14, 2024 7:46 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે આજે દિલ્હીમાં eMigrate V2.0 વેબ પોર્ટલ અને મોબાઈલ એપનું ઉદઘાટન કર્યું

વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે આજે દિલ્હીમાં eMigrate V2.0 વેબ પોર્ટલ અને મોબાઈલ એપનું ઉદઘાટન કર્યું. eMigrate પોર્ટલમાં 2.81 લાખ નોંધાયેલા વિદેશી કર્મચારીઓ છે.આ પોર્ટલ ભારતીય સ્થળાંતર કરનારાઓ માટે સલામત અને કાનૂની ગતિશીલતા ચેનલોનેપ્રોત્સાહન આપે છે.   ડોક્ટર જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે eMigrate V2.0 પોર્ટલનું લોન્ચિંગ એ ભારતીયો માટે સુરક્ષિત, પારદર્શકઅને સમાવેશી ગતિશીલતા બનાવવાના સરકારના પ્રયાસોનો પુરાવો છે. તેમણે કહ્યું કેપોર્ટલનું સુધારેલું સંસ્કરણ વિદેશી ધરતી પર કામ કરતા ભારતીય કામદારોના અધિકારોઅને ગૌરવની સલામતી માટે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. શ્રી જયશંકરે કહ્યું કે, આ મહત્વપૂર્ણ છેકારણ કે તે ટકાઉ વિકાસ લક્ષ્યાંક માટેના 2030 એજન્ડાના 10મા ધ્યેયને અનુરુપ છે,જે વ્યવસ્થિત, સલામત, નિયમિતઅને જવાબદાર સ્થળાંતર અને લોકોની ગતિશીલતાની સુવિધાને પ્રોત્સાહન આપે છે. તેમણે જણાવ્યું કે, અભ્યાસ કરવા વિદેશ જતા અથવા તો વિદેશમાંવસતા ભારતીયો સરકારની વિદેશ નીતિના કેન્દ્રમાં છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ