વિદેશ મંત્રી ડૉએસ જયશંકર આગામી 18મી તારીખે કુવૈતની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન ડૉ. જયશંકર તેમના સમકક્ષ અબ્દુલ્લા અલી અલ-યાહ્યાને મળશે.
ડો. જયશંકરની મુલાકાત બંને પક્ષોને રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક, કોન્સ્યુલર અને લોકો-થી-લોકોના સંપર્કો સહિત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરવા સક્ષમ બનાવશે. બંને પક્ષો પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કરશે.
Site Admin | ઓગસ્ટ 16, 2024 9:32 એ એમ (AM) | ડૉ એસ જયશંકર