વિદેશ મંત્રી એસ જયશંકર અને બ્રાઝિલના વિદેશ મંત્રી મૌરો વિએરા આજે નવી દિલ્હીમાં 9મી ભારત-બ્રાઝિલ જોઇન્ટ કમિશનની બેઠકની સહ અધ્યક્ષતા કરશે. બ્રાઝિલના વિદેશ મંત્રી ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે શનિવારે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે શ્રી વિયેરાની મુલાકાત ભારત અને બ્રાઝિલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વેગ આપશે.
ડૉ. જયશંકર અને શ્રી વિયેરા ગયા વર્ષે ભારતના G20ના પ્રમુખપદ દરમિયાન મળેલા પરિણામોને કેવી રીતે આગળ લઈ શકે છે તેના પર મંત્રણા કરશે. બ્રાઝિલ નવેમ્બર 2024 સુધી G20નું પ્રમુખપદ સંભાળશે. 2024માં બ્રાઝિલના G20 પ્રમુખપદ દરમિયાન G20 ત્રિપુટીમાં ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.
Site Admin | ઓગસ્ટ 27, 2024 10:23 એ એમ (AM)