વિદેશ મંત્રી એસ જયશંકરે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોકાણ સહિત આર્થિક નિર્ણયો લેવાની હિમાયત કરી છે.
નવી દિલ્હીમાં CII પાર્ટનરશિપ સમિટને સંબોધતા ડૉ. જયશંકરે કહ્યું હતું કે, સશસ્ત્રીકરણને બદલે આર્થિક ક્ષેત્રૈ વધુને વધુ લાભ મેળવવાનો આ સમય છે વિદેશ મંત્રીએ કહ્યું, સિમીત રૂઢિચુસ્ત સાવચેતીઓ વચ્ચે વેપારમાં સાવધાની રાખવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.. ડૉ. જયશંકરે વિકાસ માટે વિશ્વસનીય ભાગીદારો સાથે સહયોગ સાધવા પર ભાર મૂક્યો હતો.. તેમણે કહ્યું કે, આ પગલાંનો હેતુ ભારત માટે નોંધપાત્ર આર્થિક તકો ઊભી કરવાનો છે. ચીનની આક્રમક વેપાર પધ્ધતિઓ વચ્ચે ડોક્ટર જયશંકરનું આ નિવેદન અત્યત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે..
ડોનાલ્ડ ટ્રમ્પની યુએસ પ્રમુખ તરીકેની બીજી મુદત દરમિયાન ભારત અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે તેવી પણ તેમણે આશા વ્યક્ત કરી હતી.
Site Admin | ડિસેમ્બર 3, 2024 9:33 એ એમ (AM) | વિદેશ મંત્રી
વિદેશ મંત્રી એસ જયશંકરે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોકાણ સહિત આર્થિક નિર્ણયો લેવાની હિમાયત કરી
