વિદેશ મંત્રી એસ.જયશંકરે મનામા સંવાદમાં પશ્ચિમ એશિયા અંગે ભારતની વ્યાપક વ્યૂહાત્મક દ્રષ્ટિ રજૂ કરી છે. તેમણે ભારતના આર્થિક અને વ્યૂહાત્મક હિતોમાં આ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. શ્રી જયશંકરે બહેરીનની રાજધાનીમાં આ સંવાદના પૂર્ણ સત્રને સંબોધિત કરતાં આ મુજબ જણાવ્યું હતું.
ડૉ. જયશંકરે કહ્યું કે, ભારતે ગલ્ફ કો.ઓપરેશન કાઉન્સિલ-જીસીસી, ઈરાન અને ઈરાક સાથે વાર્ષિક વેપારમાં 170 થી 180 બિલિયન ડૉલરથી વધુનો વેપાર કર્યો છે. તેમણે કહ્યું કે ભારતે ભૂમધ્ય સમુદ્રના દેશો સાથે 80 થી 90 અબજ ડોલરનો વેપાર પણ કર્યો છે.
ડો. જયશંકરે જણાવ્યું હતું કે લગભગ એક કરોડ ભારતીય મૂળના લોકો ગલ્ફ ક્ષેત્રમાં રહે છે, જ્યારે ભૂમધ્ય દેશોમાં ભારતીય મૂળના લગભગ 50 લાખ ભારતીયો છે. તેમણે કહ્યું કે ભારત અને પશ્ચિમ એશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને આર્થિક વિકાસમાં પ્રવાસી સમુદાય મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.
ડૉ. જયશંકરે ભારતની ભાવિ ઉર્જા સુરક્ષા, ખાસ કરીને ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા જેવા નવા ક્ષેત્રોમાં પશ્ચિમ એશિયાના મુખ્ય યોગદાનની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આ ક્ષેત્રે પરંપરાગત ઉર્જા સંસાધનો સિવાય ખાતરોની આયાત દ્વારા ભારતના કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે આ ક્ષેત્ર ટેક્નોલોજી અને રોકાણમાં સહયોગ માટે મુખ્ય ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. વિદેશ મંત્રીએ પ્રાદેશિક દરિયાઈ સુરક્ષા, વ્યૂહાત્મક નૌકાદળની હાજરી અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા કામગીરીમાં ભારતની સક્રિય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 8, 2024 7:38 પી એમ(PM) | વિદેશ મંત્રી એસ.જયશંકરે
વિદેશ મંત્રી એસ.જયશંકરે મનામા સંવાદમાં પશ્ચિમ એશિયા અંગે ભારતની વ્યાપક વ્યૂહાત્મક દ્રષ્ટિ રજૂ કરી
