ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 7, 2024 11:48 એ એમ (AM)

printer

વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને જરૂરી ન હોય તેવી સ્થિતિમાં લિબિયા પ્રવાસ ટાળવાની સલાહ આપતી માર્ગદર્શિકા જાહેર કરી

મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિને જોતા વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને જરૂરી ન હોય તેવી સ્થિતિમાં લિબિયા પ્રવાસ ટાળવાની સલાહ આપતી માર્ગદર્શિકા જાહેર કરી છે. મંત્રાલયે અગાઉ 23 મે, 2024ના રોજ ભારતીય નાગરિકોના લિબિયા પ્રવાસ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જોકે લિબિયાની હાલની સ્થિતિને જોતા આ પ્રતિબંધમાં છૂટ આપવામાં આવી છે. મંત્રાલયે ભારતીય પ્રવાસીઓ માટે આપાત નંબર 0218-94 39 92046 જાહેર કર્યો છે, મુશ્કેલીની સ્થિતિમાં ત્રિપોલીના ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે ઇરાન, હિજબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચેના તણાવને કરાણે મધ્ય પૂર્વમાં ચિંતાનો માહોલ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ