વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું હતું કે ડેમચોક અને ડેપસાંગમાં ભારત અને ચીન વચ્ચે પરસ્પરની સમજૂતીના આધારે પેટ્રોલિંગ શરૂ કરાયુ છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે 21મી ઓક્ટોબરે ભારત અને ચીન વચ્ચે નિયંત્રણ રેખા પરથી સેન્ય હટાવવા પર સમજૂતી થઇ હતી. પ્રવક્તાએ કહ્યું કે વિદેશ મંત્રીઓ અને અન્ય અધિકારીઓના સ્તરે સંવાદ સાધીને ચીન સાથેના દ્વિપક્ષીય સંબંધોને સ્થિર કરવા અને તેનેફરી સામાન્ય બનાવવાના પ્રયાસ થશે.કઝાનમાં યોજાયેલા બ્રિક્સ સંમેલનમાં તાજેતરની નેતાઓની બેઠકમાં આ સંમતિ સધાઇ હતી.. ભારતીય કંપનીઓ પર યુએસ દ્વારા લદાયેલા પ્રતિબંધો પર, પ્રવક્તાએ કહ્યું હતું કે ભારત પાસે વ્યૂહાત્મક વેપારઅને અપ્રસાર નિયંત્રણો પર મજબૂત કાનૂની અને નિયમનકારી માળખું છે. ભારત ત્રણ મુખ્ય બહુપક્ષીય અપ્રસાર નિકાસ નિયંત્રણ શાસન – વાસેનાર એરેન્જમેન્ટ, ઓસ્ટ્રેલિયા ગ્રુપ અને મિસાઈલ ટેક્નોલોજી કંટ્રોલ રેજીમનું પણ સભ્ય છે. તેમણે કહ્યું કે મંજૂર કરાયેલા વ્યવહારો અને કંપનીઓ ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરતી નથી.
Site Admin | નવેમ્બર 2, 2024 7:17 પી એમ(PM)
વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું હતું કે ડેમચોક અને ડેપસાંગમાં ભારત અને ચીન વચ્ચે પરસ્પરની સમજૂતીના આધારે પેટ્રોલિંગ શરૂ કરાયુ છે.
