પાકિસ્તાન દ્વારા અફઘાન નાગરિકોપર કરાયેલા હુમલાની ટીકા કરી છે. એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતે અફઘાનનાગરિકો પર હવાઈ હુમલા અંગેના મીડિયા અહેવાલોની ગંભીર નોંધ લીધી છે.પાકિસ્તાન દ્વારા કરાયેલાઆ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે કહ્યુંકે, ભારત નિર્દોષ નાગરિકો પર કોઈ પણ હુમલાની ટીકા કરેછે. પ્રવક્તાએ કહ્યું કે, પોતાની આંતરિક નિષ્ફળતાઓ માટે તેના પડોશીઓ પર આરોપમૂકવાની પાકિસ્તાનની જૂની આદત છે.
Site Admin | જાન્યુઆરી 6, 2025 7:39 પી એમ(PM)