વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ઢાકામાં ભારતીય હાઈ કમિશન બાંગ્લાદેશથી પરત ફરી રહેલા ભારતીય નાગરિકોના સંપર્કમાં છે. શ્રી જયસ્વાલે કહ્યું, નવ હજાર વિદ્યાર્થી સહિત 19 હજાર ભારતીય નાગરિક હાલમાં બાંગ્લાદેશમાં છે. ભારતીય નાગરિકોની સલામતી જાળવવા માટે સરકાર હાઈ કમિશનના સતત સંપર્કમાં છે.
શ્રી જયસ્વાલે બાંગ્લાદેશમાં સામાન્ય સ્થિતિ પૂર્વવત્ થવાની આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, સરકાર બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ સહિત તમામ પરિસ્થિતિઓ પર નજીકથી નજર રાખી રહી છે. બાંગ્લાદેશનાં પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ભારત આવવાની મંજૂરી ટૂંકી સૂચના પર અપાઈ હોવાની પણ વાત તેમણે કહી હતી.
Site Admin | ઓગસ્ટ 8, 2024 8:32 પી એમ(PM) | રણધીર જયસ્વાલ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ઢાકામાં ભારતીય હાઈ કમિશન બાંગ્લાદેશથી પરત ફરી રહેલા ભારતીય નાગરિકોના સંપર્કમાં છે
