વિદેશી રોકાણકારોએ ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધી ભારતીય બજારમાં 22 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ડિપોઝીટરીનાં ડેટા પ્રમાણે વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર-FPI એ ભારતીય મૂડી બજારોમાં 16 હજાર 675 કરોડ રૂપિયા ઠાલવ્યા છે. આ સાથે વિદેશી રોકાણકારોનું કુલ ચોખ્ખું રોકાણ 22 હજાર 27 કરોડ રૂપિયા થયું છે.
છેલ્લાં કેટલાંક મહિનાઓથી વિદેશી રોકાણ પાછું ખેંચાવાનું વલણ જોવા મળ્યું હતું.
આ વર્ષમાં અત્યાર સુધી એફપીઆઇએ ઇક્વિટીમાં એક હજાર 656 કરોડ રૂપિયાનું અને ઋણ બજારોમાં એક લાખ 12 હજાર 410 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું છે. આ સાથે 2024માં ભારતીય મૂડી બજારોમાં કુલ રોકાણ આશરે એક લાખ 10 હજાર કરોડ થયું છે.
Site Admin | ડિસેમ્બર 30, 2024 2:29 પી એમ(PM) | બજાર