વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ વર્ષે જુલાઈ મહિનામાં ભારતીય શેરબજારમાં 54 હજાર 727 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડના જણાવ્યા અનુસાર 32 હજાર 364 કરોડનું ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવ્યું છે, જ્યારે 22 હજાર 363 કરોડનું રોકાણ ધિરાણમાં કરવામાં આવ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં સારી સંભાવનાઓ, દરમાં ઘટાડો અને સરકારની નાણાકીય સ્થિરતાને કારણે આ રોકાણ થયું છે.
Site Admin | ઓગસ્ટ 4, 2024 2:10 પી એમ(PM)