વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે વોશિંગ્ટન ડીસીમાં જાપાનના વિદેશ મંત્રી તાકેશી ઇવાયા સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયાના માધ્યમથી જયશંકરે જણાવ્યું હતું કે, તેમણે ક્વાડ સંબંધિત દ્વિપક્ષીય સહયોગ અને વિકાસમાં પ્રગતિ અંગે જાપાનના વિદેશ મંત્રી સાથે ચર્ચા કરી હતી. ડૉ. જયશંકરે ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ સાથે પણ મુલાકાત કરી હતી.
Site Admin | જાન્યુઆરી 20, 2025 1:47 પી એમ(PM) | ડોક્ટર એસ જયશંકર