વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઇ કાલે બર્લિનમાં જર્મનીના વિદેશમંત્રી એનાલેના બેયરબોક સાથે ચર્ચા કરી. બેઠક બાદ અખબારી નિવેદનમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે, બેઠકમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ, ખાસ કરીને ઇઝરાયેલ-ગાઝા સંઘર્ષ અને તેની અસરો સહિતનાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ. તેમણે વૈશ્વિક મુદ્દાઓ અને સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા પર પણ ચર્ચા કરી. ડોક્ટર જયશંકરે જણાવ્યું કે, ભારત જર્મનીમાં વિશ્વાસપાત્ર અને લવચીક પુરવઠા શ્રુંખલા, વિવિધ ઉત્પાદન તેમજ વિશ્વાસપાત્ર ડિજિટલ ભાગીદારી બનાવવામાં યોગદાન આપી શકે છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 9:37 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #BoKo2024 | India