વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે, તેમના સમકક્ષ પેની વોંગને ‘ઓસ્ટ્રેલિયા દિવસ’ પર અભિનંદન પાઠવ્યા. ઓસ્ટ્રેલિયા દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. જે 1778માં બ્રિટનના યુનિયન ધ્વજ સાથે સિડની પહોંચેલ પ્રથમ કાફલાના આગમનનું પ્રતિનિધિત્વ કરે છે.
વિદેશમંત્રી એસ જયશંકરે, ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત વૃદ્ધિની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, તેનાથી બંને દેશોના લોકોને ફાયદો થઈ રહ્યો છે અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્મૃતિને પ્રોત્સાહન મળી રહ્યું છે.
આ ક્રમમાં પેની વોંગે, ડૉ. એસ. જયશંકર અને ભારતના લોકોને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયા ભારત સાથે મળીને એક શાંતિપૂર્ણ અને સ્થિર ક્ષેત્રને આગળ વધારવા માટે કાર્ય કરતું રહેશે.