વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારતે એક એવી રૂપરેખા તૈયાર કરી છે, જેનાથી આવનારા સમયમાં ઑસ્ટ્રેલિયા સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ભારતીય સમુદાયને સંબોધન કરતા શ્રી જયશંકરે જણાવ્યું કે ભારત ઉચ્ચ વિકાસ પર અગ્રેસર છે અને દુનિયાની સાથે આગળ વધવા માગે છે. તેમણે ઉમેર્યું કે ભારત વિશ્વના ગણતરીના દેશો સાથે વ્યાપક રાજદ્વારી ભાગીદારી ધરાવે છે, ઑસ્ટ્રેલિયા તેમાંથી એક છે.
તેમણે જણાવ્યું કે શિક્ષા અને સંશોધન ક્ષેત્રે વૈશ્વિક સહકારની અનેક તક રહેલી છે. ઓસ્ટ્રેલિયા પહોંચેલા વિદેશ મંત્રી બ્રિસ્બેનમાં ભારતના ચોથા દૂતાવાસનું ઉદ્ઘાટન કરશે. તેઓ કૈનબરામાં ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગ સાથે 15માં વિદેશ મંત્રી ફ્રેમવર્ક ડાયલોગ-FMFDની સહ-અધ્યક્ષતા કરશે. તેઓ ઓસ્ટ્રેલિયાના સંસદ ભવનમાં આયોજીત થનારા બીજા રાયસીના ડાઉન અંડરના ઉદઘાટન સત્રને સંબોધન પણ કરશે.
Site Admin | નવેમ્બર 3, 2024 7:45 પી એમ(PM) | વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો મજબૂત બને એ માટે ભારતે વિશેષ રૂપરેખા તૈયાર કરી છે.
