વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે આજે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાથી અલગ બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ગયા મહિને શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદ છોડ્યા બાદ ભારત અને મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકાર વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક છે. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર હિતોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 6:31 પી એમ(PM)
વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે આજે ન્યુયોર્કમાં બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી
