વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજથી દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગની 2 દિવસની મુલાકાતે જશે અને G20 વિદેશમંત્રીઓની બેઠક માં ભાગ લેશે. તેઓ દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહકારમંત્રી રોનાલ્ડ લામોલાના આમંત્રણ પર આ મુલાકાત લઈ રહ્યા છે. G20 પરિષદમાં વિદેશમંત્રીની ભાગીદારી G20 દેશો સાથે ભારતના જોડાણને મજબૂત બનાવશે. વિદેશમંત્રીઓની બેઠક દરમિયાન ડૉ. જયશંકર કેટલીક દ્વિપક્ષીય બેઠકો કરે તેવી અપેક્ષા છે.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 9:39 એ એમ (AM)
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજથી દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગની 2 દિવસની મુલાકાતે જશે
