વિજ્ઞાન ગુર્જરી દ્વારા ગાંધીનગર સ્થિત નાઇપર ખાતે વિજ્ઞાન વિમર્શ કાર્યક્રમ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ઇસરો, પીઆરએલ, નાઇપર તેમજ IIT-ગાંધીનગર, ગુજરાત ટેકનોલોજીક યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સીટી, આંબેડકર યુનિવર્સીટી જેવી ૨૦ જેટલી અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિજ્ઞાન અને સંશોધનાત્મક ક્ષેત્રે કેવી રીતે ગુજરાત હરણફાળ ભરી શકે તે વિષય પર ચિંતન થયું હતું.અમદાવાદ,ગાંધીનગર અને ગીફ્ટ સીટીને સાંકળીને નોલેજ હબ કેવી રીતે બનાવી શકાય તે મુદ્દે પણ ચર્ચા વિચારણા થઈ હતી.
Site Admin | ઓગસ્ટ 20, 2024 3:54 પી એમ(PM) | વિજ્ઞાન વિમર્શ કાર્યક્રમ