ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 12, 2024 7:17 પી એમ(PM)

printer

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મહેસાણામાં મંત્રી ઋષિકેશ પટેલે અને બળવંતસિહ રાજપૂતે પાટણમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ..

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા ખાતે વિસનગર નગરપાલિકાના ૧૪૧ કરોડ ૮૭ લાખના વિવિધ ૧૪ વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દરેક ઘર સુધી નળ દ્વારા જળ પહોંચે એટલે વિકાસ. આજે નલ સે જલ યોજના અંતર્ગત રાજ્યના દરેક પરિવારોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, તેમજ જ્યોતિગ્રામ જેવી યોજનાના માધ્યમથી ૨૪ કલાક વીજળીની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. તો આરોગ્ય ક્ષેત્રે નાગરિકોની ચિંતા કરીને સરકારે આયુષ્માન ભારત જેવી કલ્યાણકારી યોજના અમલી બનાવી છે..
વિકાસ સપ્તાહ અંતર્ગત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પાટણ જીલ્લામાં 50 કરોડ રૂપિયાના ૧૦૮ વિકાસકાર્યોનું લોકાર્પણ ખાતમુર્હૂત કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા તેઓ મન-વચન અને કર્મથી પ્રતિબદ્ધ છે.
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ભાવનગર શહેર અને જિલ્લા ખાતે ૧૨૩ કરોડ ૭૨ લાખના વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
સુરતના ઓલપાડ ખાતે સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ૨ કરોડ ૬૪ લાખના ખર્ચે મંજૂર થયેલ CCTV કેમેરા, પબ્લિક એનાઉસમેન્ટ સિસ્ટમ તેમજ સ્ટ્રીટ લાઈટ સહિતના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
કચ્છના સ્મૃતિવન અને ક્રાંતીતીર્થ માંડવી ખાતે શેઠ એસ.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલજ માંડવી- કચ્છના એન. એસ.એસ.ના વિદ્યાર્થીઓએ શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલની મુલાકાત લીધી હતી.

ભુજ નગરપાલિકા દ્વારા ટાઉનહોલની દીવાલોને વિવિધ થીમ આધારીત ભીંતચિત્રોથી સજાવાઇ છે. આ ભીંતચિત્રોમાં ભારત, ગુજરાત તથા કચ્છના પ્રખ્યાત સ્થળોની ઝાંખી તથા દેશની વિવિધ સિદ્ધિઓને કંડારેલી જોઇ શકાય છે. ભીંતચિત્રોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, મેટ્રો ટ્રેન, ભુજ સ્વામીનારાયણ મંદિર, દેશના બંદરો, ગિરનારની રોપ-વે, સફેદ રણ, સ્મૃતિવન, ક્રાંતિતીર્થ, સોલાર પાર્કને નિહાળી શકાય છે.
ગીર સોમનાથ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઉદ્યોગકારો સાથે ટૉક શો યોજાયો અને સરકારની વિવિધ પોલિસીઓ, માલ-સામાન એક્સપોર્ટ વગેરે મુદ્દાઓ પર સંવાદ થયો હતો.
ડાંગના આહવા તાલુકાના ૬૭, વઘઇના ૫૪, અને સુબીરના કુલ ૫૮ કામો મળી ૫ કરોડથી વધુના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ