વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજકોટના જસદણ ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ૨૪૦ લાભાર્થીઓને વિનામૂલ્યે પ્લોટની ફાળવણી કરાઈ. વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે ૧૦૦ ચોરસ વારના પ્લોટ ફાળવણીની સનદનું મંત્રીશ્રીના હસ્તે વિતરણ કરાયું.આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, તમામ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવા માટે પણ સહાય આપવામાં આવશે, જો લાભાર્થી જાતે મકાન બનાવે તો મનરેગા યોજના હેઠળ અલગથી ૨૫ હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવશે. કાર્યક્રમના સ્થળ પર આરોગ્ય વિભાગ દ્વારા એક આરોગ્ય કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો.
Site Admin | ઓક્ટોબર 18, 2024 7:47 પી એમ(PM)