રાજ્યમાં ચાલી રહેલાં વિકાસ સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે ગુજરાતના 23 આઇકોનિક સ્થળોએ ‘વિકાસ પદયાત્રા’નું આયોજન કરવામાં આવશે.આ સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, અમદાવાદ રિવરફ્રન્ટ , સુરત ડાયમંડ , મહાત્મા મંદિર, મોઢેરા સુર્ય મંદિર, વડનગર મોનેસ્ટરી, દ્વારકાનો સુદામા બ્રિજ, GIFT સિટી, સાબરમતી રેલ્વે સ્ટેશન, શક્તિપીઠ પાવાગઢ, કચ્છના સ્મશૃતવન,ચારણકા સોલર પાર્કનો સમાવેશ થાય છે.આ વિકાસ પદયાત્રામાં સહભાગીઓ 23 સ્થળોની મુલાકાત લેશે, એ સ્થળ વિશે જાણકારી મેળવશે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રદર્શન પણ નિહાળશે.
Site Admin | ઓક્ટોબર 9, 2024 8:20 એ એમ (AM) | વિકાસ સપ્તાહ ઉજવણી
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના 23 આઇકોનિક સ્થળોએ ‘વિકાસ પદયાત્રા’ નું આયોજન કરવામાં આવશે
