ભારત મંડપમ્ ખાતે ‘વિકસિત ભારત 2047 માટે આત્મનિર્ભર ગ્રામીણ ભારતનું નિર્માણ’ના વિષયવસ્તુ સાથે યોજાયેલો ગ્રામીણ ભારત મહોત્સવ નવ જાન્યુઆરી સુધી ચાલશે. આ મહોત્સવનો ઉદ્દેશ ગ્રામીણ પાયાના માળખાને મજબૂત બનાવવા, આત્મનિર્ભર અર્થવ્યવસ્થાના નિર્માણ અને ગ્રામ્ય સમુદાયોમાં નવીનતાને પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ શિલ્પકારો સાથે પણ સંવાદ કર્યો હતો.
આ મહોત્સવમાં જીવંત પ્રસ્તુતિઓ અને પ્રદર્શનના માધ્યમથી ભારતની સમૃદ્ધ ધરોહરનું પ્રદર્શન કરાશે. દરમિયાન સરકારી અધિકારી, ગ્રામીણ ઉદ્યોગસાહસિકો, શિલ્પકાર અને વિવિધ ક્ષેત્રોના હિતધારકો સહયોગી તેમજ સામૂહિક ગ્રામીણ પરિવર્તન માટેની રૂપરેખા તૈયાર કરશે. આ આયોજનનો ઉદ્દેશ ઉત્તર-પૂર્વ ભારત પર વિશેષ ધ્યાન આપીને ગ્રામીણ લોકોની આર્થિક સ્થિરતા તેમજ નાણાકીય સલામતીને પ્રોત્સાહિત કરવાનો છે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 2:11 પી એમ(PM)