ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા સંશોધન અને નવકલ્પના ઉપર ભાર મૂક્યો છે. તેઓ આજે દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય ટેકનોલોજી સંસ્થાના ચોથા પદવીદાન સમારોહમાં બોલી રહ્યા હતા. તેમણે શૈક્ષણિક સંસ્થાઓને અભ્યાસક્રમ દ્વારા સંશોધન અને નવકલ્પનાને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો.
ઉપરાષ્ટ્રપતિએ આ અભિયાનમાં મદદરૂપ થવા કોર્પોરેટ ક્ષેત્રને અપીલ કરી હતી. ઉપરાષ્ટ્રપતિ ધનખડે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્ર માનવ સંસાધનોને સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ થતું હોવાથી આ ક્ષેત્રનું મૂડીરોકાણ ખૂબ જ મહત્વનું ગણાવી શકાય. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિના હસ્તે સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કારો એનાયત કરાયા હતા.
Site Admin | નવેમ્બર 9, 2024 6:49 પી એમ(PM) | convocation | Jagdeep Dhankhar | nit | nit convocation