વિકસિત ભારતના નિર્માણમાં સશસ્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા હોવાનું રાજ્યનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું. ગાંધીનગર ખાતેથી “પોષણ ઉત્સવ- 2024”નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં શ્રીમતી બાબરિયાએ કહ્યું કે, ‘આ ઉત્સવ રાજ્યકક્ષા, ઝોનકક્ષા, તમામ જિલ્લા-મહાનગરપાલિકા કક્ષા, ઘટક અને સેજા એમ ચાર કક્ષાએ યોજાશે.
દરમિયાન, આંગણવાડીના માધ્યમથી લોકોમાં અને ખાસ કરીને મહિલાઓને શ્રીઅન્ન અને સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યો અને તેના પોષણના મહત્વ અંગે જાગૃત કરી તેના વધુ ઉપયોગ અંગે પ્રોત્સાહિત કરાશે તેમ શ્રીમતી બાબરિયાએ ઉમેર્યું હતું.
Site Admin | ડિસેમ્બર 19, 2024 7:33 પી એમ(PM) | વિકસિત ભારત