વિકસિત ગુજરાત ૨૦૪૭ની નેમસાથે આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ વિધાનસભામાં આજે ત્રણ લાખ 72 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ હતું. બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે નમોશક્તિ એક્સપ્રેસ-વે તથા સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવાની પણ જાહેરાત કરાઇ છે. પાછલા વર્ષની સરખામણીમાં 37 હજાર 785 કરોડના આ વધારા સાથે રજૂ થયેલા આ બજેટમાં 50 હજાર કરોડના વિકસિત ગુજરાત ફંડની જોગવાઇ કરવામાં આવી છે..
આ ઉપરાંત ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુટ ફોર ટ્રાન્સફરોર્મેશન ગ્રીટની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતને વિકસિત અને સમૃધ્ધ બનાવવા માટે સુરત ઇકોનોમિક રિજીયનની જેમ અમદાવાદ, રાજકોટ, કચ્છ, વડોદરા, સૌરાષ્ટ્ર ક્ષેત્રનો આર્થિક વિકાસ કરાશે. આ ઉપરાંત ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના વિકાસ, ગ્યાન પર ધ્યાન કેન્દ્રિત કરાયુ છે..
અંદાજપત્રમાં સૌથી વધુ 59 હજાર 999 કરોડ રૂપિયાની જોગવાઇ કરીને રાજ્યના શિક્ષણને વધુ સક્ષમ બનાવાનો પ્રયાસ કરાયો છે.
(બાઇટ કનુ દેસાઇ , નાણામંત્રી, જોગવાઇ)
આ ઉપરાંત દાહોદ ખાતે નવા એરપોર્ટનું નિર્માણ કરવાની પણ આ અંદાજપત્રમાં જોગવાઇ કરવામાં આવી છે..
…2..
રાજ્યમાં 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવીને અને તેને વિશ્વસ્તરીય બનાવવાના હેતુસર શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો, નવી મહાનગરપાલિકાઓના માળખાકીય વિકાસ માટે નાણાંકીય ફાળવણી પણ કરવામાં આવી હોવાની જાહેરાત નાણામંત્રીએ કરી હતી.
(બાઇટ- કનુ દેસાઇ , નાણામંત્રી)
આ ઉપરાંત ગરીબોને આવાસમાટે પીએમ આવાસ સહિતની વિવિધ ગ્રામીણમાં અપાતી સહાય પચાસ હજારથી વધારીને એક લાખ સિત્તેર હજાર રૂપિયા કરાઈ છે.
આ ઉપરાંત આદિવાસી લોકોના કલ્યાણ માટે આદિજાતિના કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આ વર્ષે 30 હજાર કરોડની જોગવાઇ કરાઇ છે. જ્યારે રાજ્યના મત્સ્યોદ્યોગના વિકાસ માટે એક હજાર 622 કરોડનું પેકેજ જાહેર કરાયું છે.
બાળકોના પોષણ માટે 8460 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્ર માટે એક હજાર 612 કરોડ બજેટમાં ફાળવવાને રાજ્યના ખેડૂતોને આર્થિક રીતે પગભર બનાવવાના સરકારના પ્રયાસને વધુ વેગ મળશે.
સૌથી ઉભરતા એવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રને વેગ આપવા માટે સાત ટેકનિકલ સંસ્થાઓમાં એ.આઈ. લેબ અને સ્ટાર્ટઅપ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરીને સ્ટાર્ટઅપને વેગ આપવા ચાર રિજિયનમાં આઈ-હબની સ્થાપનાની પણ જાહેરાત કરાઇ છે.
નારીશક્તિના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે નવી મહત્વપૂર્ણ યોજના ‘સખી સાહસ યોજના’ની જાહેરાત કરી હતી. આયોજનાથી સ્વ-સહાય જૂથની બહેનોને આ યોજનામાં સાધન સહાય, લોન ગેરંટી વગેરે માટે રાજ્ય સરકાર મદદરૂપ થશે.
(બાઇટ- કનુ દેસાઇ, મહિલા માટે)
આ અંદાજપત્રમાં જનતા જૂથ અકસ્માત વીમા યોજનાનુ વીમા સુરક્ષા કવચને ચાર લાખ કરવામાં આવ્યું છે.આ વીમા કવચનો લાભ લગભગ 4 કરોડ 45 લાખથી વધુ લોકોને મળશે બજેટમાં દિવ્યાંગજનોને પણ ધ્યાનમાં રાખીને તેમના લાભોમાંપણ વધારો કર્યો છે.. આ બજેટમાં તમામ વર્ગો, સમાજને આવરીને ગુજરાતના સર્વાંગી વિકાસના ધ્યેય રાખવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ નાણા મંત્રીએ પોતાના બજેટના સંબોધનમાં કર્યો હતો.