વિએતનામમાં યાગી વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 197 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 100થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. વાવાઝોડાના કારણે છેલ્લા 6 દિવસમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. આ વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન ઉત્તર વિએતનામમાં થયું છે.યાગી વાવાઝોડું સાતમી સપ્ટેમ્બરે વિએતનામના ઉત્તર-પૂર્વ દરિયાકાંઠાએ ટકરાયું હતું, ત્યારબાદ મોટા પાયે ઔદ્યોગિક અને રહેણાક વિસ્તાર અસરગ્રસ્ત થયા હતા.આ પહેલા આ વાવાઝોડાની અસર ફિલિપિન્સ અને દક્ષિણ ચીનદ્વીપ હૈનાનને પણ થઈ હતી. વિએતનામમાં છેલ્લા ત્રણ દાયકામાં પહેલી વાર આવું વાવાઝોડું આવ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 12, 2024 8:32 પી એમ(PM) | વિએતનામ
વિએતનામમાં યાગી વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 197 લોકોના મોત, 100થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ
