વિએતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ભારતના ત્રણ દિવસીય રાજકીય પ્રવાસ અંતગર્ત નવી દિલ્હી પહોંચ્યા છે. પ્રતિનિધિમંડળમાં અનેક મંત્રીઓ અને વ્યાપારી પ્રતિનિધિઓ પણ સામેલ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, વિદેશ રાજ્યમંત્રી પબિતા માર્ગેરિયાએ હવાઈમથક પર શ્રી ફામ મિન્હ ચિન્હનું સ્વાગત કર્યું હતું.
શ્રી જયસ્વાલે વિએતનામની સાથે ભારતના પરસ્પર સાંસ્કૃતિક સંબંધો અને વર્ષો જૂની મિત્રતા અંગે કહ્યું કે, શ્રી ચિન્હના આ પ્રવાસથી બંને દેશ વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે. શ્રી ચિન્હરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર સાથે પણ મુલાકાત કરશે. દરમિયાન પ્રધાનમંત્રી ચિન્હ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંવાદ કરશે. શ્રી મોદીએ તેમના સન્માનમાં બપોરે ભોજનનું પણ આયોજન કર્યું છે.
Site Admin | જુલાઇ 31, 2024 11:05 એ એમ (AM) | India