વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘રાજ્યમાં આગામી સમયમાં વધુ એક હજાર 768 જેટલી CNG-EV બસ દોડાવાશે. ગાંધીનગરમાં યોજાયેલી 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા પરિષદના શુભારંભ સમારોહને સંબોધતા શ્રી સંઘવીએ આમ જણાવ્યું હતું.દરમિયાન તેમણે આ પરિષદ આગામી સમયમાં રાજ્ય સહિત દેશના જાહેર પરિવહનને નવી દિશા આપશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. મંત્રી શ્રી
સંઘવીએ દેશમાં સૌપ્રથમ બૂલેટ ટ્રેન ગુજરાતમાં શરૂ થવા બદલ સંબંધિત વિભાગોના અધિકારીઓ અભિનંદન પાઠવ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 25, 2024 7:45 પી એમ(PM)