વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘વાર- તહેવાર અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વધારાની એસ.ટી. બસો જરૂરીયાત પ્રમાણે દોડાવવામાં આવશે. તેમજ કોઈપણ પ્રસંગ માટે S.T.ની આખી બસનું જો પહેલાથી એટલે કે, એડવાન્સ બુકિંગ કરાશે તો મુસાફરોના ઘરઆંગણા સુધી S.T. વિભાગ સેવા પૂરી પાડવા કટીબદ્ધ છે. ’ ભાવનગરમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ લિમિટેડ દ્વારા 762.62 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી વિભાગીય કચેરીનું લોકાર્પણ કરતા શ્રી સંઘવીએ આમ જણાવ્યું હતું.
શ્રી સંઘવીએ ઉમેર્યું કે, ‘લોકોની પરિવહન સુવિધામાં વધારો કરવા રાજ્ય સરકારે તાજેતરમાં 2 હજાર 800થી વધુ બસની ફાળવણી કરી છે. S.T. નિગમની 350 જેટલી બસોનું સંચાલન ભાવનગર જિલ્લામાંથી થઈ રહ્યું છે. સુરત, વડોદરા, અમદાવાદ સહિતના વિવિધ જિલ્લામાં મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી સલામત અને સમયબદ્ધ રીતે અને વ્યાજબી ભાવે બસની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 8:12 એ એમ (AM) | રાજ્યમંત્રી હર્ષ સંઘવી