ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે. બપોરે એક વાગ્યા સુધીમાં 39.12 ટકા મતદાન થયું હતું.
કુલ 321 મતદાન મથકો પર સવારે સાંત વાગ્યાથી શરૂ થયેલી મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલશે અને 3 લાખ 10 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ, વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં રાજકીય પક્ષના ઉમેદવારો સહિત કુલ 10 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક પર કુલ ત્રણ તાલુકાના 179 મતદાન મથકોનો સમાવેશ કરાયો છે અને કુલ 321 મતદાન બુથ છે. પેટા ચૂંટણીમાં 1400 જેટલાં કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. ૨૩ નવેમ્બરનાં રોજ પરિણામ જાહેર થશે.
Site Admin | નવેમ્બર 13, 2024 2:10 પી એમ(PM)