આવતીકાલે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાશે. વાવ વિધાનસભાના 3 લાખ 10 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધી સવજી ચૌધરી જણાવે છે કે, આ ચૂંટણીમાં માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષના 2 ઉમેદવારો, નોંધાયેલા રાજકીય પક્ષના ઉમેદવાર ઉપરાંત 7 અપક્ષ ઉમેદવાર મળી કુલ દસ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
વાવ વિધાનસભા મતવિસ્તારના ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ મતદાન મથકો પર મતદાન યોજાશે. જેના માટે ૩૨૧ બેલેટ યુનિટ, ૩૨૧ કન્ટ્રોલ યુનિટ અને ૩૨૧ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણીમાં ૧ લાખ 61 હજાર પુરૂષ, ૧ લાખ 49 હજારથી વધુ મહિલાઓ મતદાન કરશે.
વાવ પેટા ચૂંટણીને લઈને વહીવટી તંત્રએ તમામ વ્યવસ્થા પૂર્ણ કરી છે.