વાવ વિઘાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો બે હજાર 442 મતથી વિજય થયો છે.સ્વરૂપજી ઠાકોરને 92 હજાર 176 અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 89 હજાર 734 અને ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવાર માવજી પટેલે 27 હજાર 195 મત મળ્યા હતા.13મી નવેમ્બરે મતદાન થયા બાદ સૌની નજર આજના પરિણામ પર મંડાયેલી હતી.આજે પાલનપુરની જગાણા સ્થિત સરકારી ઇજનેર કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરાઇ હતી,જેમાં 20 રાઉન્ડ સુધી આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને છેલ્લા ત્રણ રાઉન્ડમાં લીડ કાપીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી હતી.વાવ વિધાનસભા બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે.ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યા બળ વધીને 162 થયું છે.વાવમાં ભાજપની જીતની ઉજવણી થઇ રહી છે.વાવ બેઠક પર ભાજપની જીત થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ટ્વીટ સંદેશમાં ભાજપની જીત બદલ સ્વરૂપજી ઠાકોરને અભિનંદન પાઠવ્યા છે.મુખ્યમંત્રીએ તમામ કર્મઠ કાર્યકર્તાઓ અને ભાજપના વિકાસની રાજનિતી પર વિશ્વાસની મહોર મારવા બદલ નાગરિકોનો આભાર માન્યો છે. ભાજપના સ્વરૂપજી ઠાકોરે મતદારોનો આભાર માન્યો હતો.(બાઇટ- સ્વરૂપજી ઠાકોર) કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે લોકોના ચુકાદાનો સ્વીકાર કર્યો છે. (બાઇટ- ગુલાબસિંહ રાજપૂત) અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વિજયી થતાં વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપતાં આ બેઠક પર પેટાચૂંટણી યોજાઇ.
Site Admin | નવેમ્બર 23, 2024 7:36 પી એમ(PM) | સ્વરૂપજી ઠાકોર