ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 6, 2024 7:42 પી એમ(PM) | પ્રધાનમંત્રી

printer

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી બે ઈમારતો આજે સવારે ધરાશાયી થતાં એક મહિલાનું મોત

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી બે ઈમારતો આજે સવારે ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે 9 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના વિશે વારાણસીના કમિશનર કૌશલ રાજ શર્મા સાથે વાત કરી હતી અને અસરગ્રસ્ત લોકોને મદદ કરવા સૂચના આપી હતી. પોલીસ,NDRF, ડોકટરો અને ડોગ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.. આ દુર્ઘટનાના તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. કમિશનર વારાણસી કૌશલ રાજ શર્માએ જણાવ્યું હતું કે કાશી વિશ્વનાથ મંદિર પાસે જૂના અને જર્જરીત મકાનોના માલિકોને તેમની પોતાની સુરક્ષા માટે આગામી બે કે ત્રણ મહિના માટે અન્ય સ્થળોએ સ્થળાંતરિત થવા કહેવામાં આવ્યું છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ