ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 11, 2025 7:58 પી એમ(PM)

printer

વાયવ્ય ભારતમાં આગામી 48 કલાક દરમિયાન ઘણા સ્થળોએ ગાઢ ધુમ્મસ અને ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે

વાયવ્ય ભારતમાં આગામી 48 કલાક દરમિયાન ઘણા સ્થળોએ ગાઢ ધુમ્મસ અને ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ ક્ષેત્રમાં આવતીકાલ સુધી કેટલાક સ્થળોએ હિમવર્ષા થવાની પણ સંભાવના છે.
દરમિયાન હવામાન વિભાગે વાયવ્ય ભારતમાં કેટલાક સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં આગામી 3 દિવસ દરમિયાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સીયસનો વધારો થવાની સંભાવના પણ દર્શાવી છે.
દરમિયાન દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઉભી થયેલી ગાઢ ધુમ્મસની પરિસ્થિતિના લીધે વિમાન અને ટ્રેન સેવાઓને અસર થઇ છે. દિલ્હી તરફ જતી 26 ટ્રેન નિર્ધારિત સમય કરતા 9 થી 10 કલાક મોડી ચાલી રહી છે.
હિમાચલ પ્રદેશમાં ઉંચાઇવાળા પર્વતીય વિસ્તારોમાં થયેલી હિમવર્ષાના લીધે ઘણા સ્થળોએ લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સુધી પહોંચ્યું હતું. કાંગરા, બિલાસપુર જેવા મેદાની પ્રદેશોમાં ઘણી જગ્યાએ ગાઢ ધુમ્મસ છવાયું હતું.
કાશ્મીરમાં ફરી વળેલું ઠંડીનું મોજું યથાવત રહેતા શ્રીનગરમાં માઇનસ 3.6 ડિગ્રી, જમ્મુમાં 7 ડિગ્રી, જ્યારે કટરામાં છ ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું છે. રાજૌરી અને પૂંછ જિલ્લાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારે હિમવર્ષાના પગલે છેલ્લા 15 દિવસથી વાહનવ્યવહાર માટે બંધ રખાયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ