વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજે મુંબઈમાં નોર્વેના રાજદૂત મે-એલિન સ્ટેનરના નેતૃત્વમાં નોર્વેના ઉદ્યોગ પ્રતિનિધિમંડળને મળશે. આ બેઠકમાં ભારત અને યુરોપિયન મુક્ત વેપાર સંઘના દેશો વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર પર મુખ્યત્વે ચર્ચા કરવામાં આવશે.
આ કરાર હેઠળ બંને પક્ષો માટે અપાર શક્યતાઓ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે, ભારત ખાસ કરીને કરારના આધારે સંઘ દેશોમાંથી 100 અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. બેઠક દરમિયાન, બંને પક્ષો દ્વિપક્ષીય વેપાર ભાગીદારીના તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરશે.
ચર્ચા માટેના મુખ્ય મુદ્દાઓમાં તકો, પડકારો અને સરહદ પાર માળખાકીય સુવિધાઓ વધારવા, સંપર્ક વધારવા તથા ભારત અને નોર્વે વચ્ચે વેપારને સરળ બનાવવાના પગલાંનો સમાવેશ થાય છે.
Site Admin | ડિસેમ્બર 8, 2024 8:45 એ એમ (AM) | વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ