ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 24, 2024 3:19 પી એમ(PM)

printer

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ઓસ્ટ્રેલિયન વેપારીઓને ભારતમાં વેપાર માટે આમંત્રણ આપ્યું

ઓસ્ટ્રેલિયાની તેમની મુલાકાતના પ્રથમ દિવસે, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે શ્રેણીબદ્ધ બેઠકો કરી હતી.. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે શ્રી ગોયલે બિઝનેસ કાઉન્સિલ ઑફ ઑસ્ટ્રેલિયા દ્વારા આયોજિત બિઝનેસ રાઉન્ડ ટેબલમાં હાજરી આપી હતી.. આ બેઠકમાં અગ્રણી ઑસ્ટ્રેલિયન અને ભારતીય સીઈઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ ઓસ્ટ્રેલિયન વ્યાપારીઓને ભારતમાં વ્યાપાર કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ગોયેલ ઓસ્ટ્રેલિયન પેન્શન ફંડના વરિષ્ઠ પ્રતિનિધિઓને પણ મળ્યા હતા.
શ્રી ગોયલે ભારતીય બજારમાં ઉભરતા ક્ષેત્રો જેમ કે રિન્યુએબલ એનર્જી, મેન્યુફેક્ચરિંગ, શિક્ષણ, ફિનટેક અને એગ્રીટેકમાં વધુ રોકાણ માટે ઓસ્ટ્રેલિયન વેપારીઓને રોકાણ માટે પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારતીય સમુદાયના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરી હતી, તેમણે ઓસ્ટ્રેલિયા-ભારત સંબંધોમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.