વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયલે કેન્દ્રીય અંદાજપત્ર નવ પ્રાથમિકતાઓ પર સતત ધ્યાન કેન્દ્રીત કરનારું ગણાવીને તેને ઉત્કૃષ્ટ હોવાનું કહ્યું છે.
તેમણે આશા વ્યક્ત કરી છે કે, આગામી વર્ષોમાં તે દેશને વિકાસના પથ પર દોરી જશે અને મહત્વના વિવિધ ક્ષેત્રોમાં અપાર તકોનાં દ્વાર ખોલશે. તેમણે ઉમેર્યું કે, આ અંદાજપત્ર દેશની સુષુપ્ત શક્તિઓમાં, ખાસ કરીને યુવાનોમાં નવી આશાનો સંચાર કરશે અને ગરીબો, મહિલાઓ તથા ખેડૂતો માટે સમૃધ્ધિનો માર્ગ કંડારશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર અને પુદ્દુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસ્વામીએ પણ કેન્દ્રીય અંદાજપત્રની પ્રશંસા કરી છે.
Site Admin | જુલાઇ 23, 2024 8:25 પી એમ(PM)