વાઈબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઈ) વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમમાં જણાવ્યું હતું.
ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક સ્નેહમિલનમાં અમદાવાદમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, આજે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો મંત્ર સાકાર થઈ રહ્યો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે GCCIની 75 વર્ષની યશગાથા વર્ણવતી વિડિયો ફિલ્મ લોન્ચ કરવામાં આવી હતી.
વધુમાં આ પ્રસંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આવતા વર્ષે યોજાનારા GCCI એન્યુઅલ ટ્રેડ એક્સ્પો – GATE 2025ની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં વેપાર ઉદ્યોગ માટે સાનુકૂળ વાતાવરણ, જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત માળખાગત જરૂરિયાતોની વ્યવસ્થાને કારણે રાજ્ય વિકાસ સાધી રહ્યુ હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે પદ્મશ્રી સવજી ધોળકિયાએ પણ પોતાના વ્યવસાયના મંત્રો ઉદ્યોગકારો સમક્ષ રજૂ કર્યા હતા.