વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોના રોજગારીનું માધ્યમ બન્યો છે, ત્યારે વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 અબજ ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે એમ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું.
સુરતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહ ગઈ કાલે જણાવ્યું હતું કે, સુરત આપબળે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગના વિકાસનું મોડેલ બન્યું છે. તેમણે ઉમેર્યું કે, અસંગઠિત ક્ષેત્રમાંથી આ ઉદ્યોગ સખત મહેનત અને સૂઝબૂઝથી સંગઠિત થયો છે અને હવે ઝડપથી પ્રગતિના પંથે આગળ વધ્યો છે.
સિંહે ગઈ કાલે સુરતમાં ભારત ટેક્સ 2025નાં પ્રચાર માટે રોડ શો યોજયો હતો. 14 થી 17 ફેબ્રુઆરી-2025 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે BHARAT TEX: 2025- ગ્લોબલ ટેક્ષ્ટાઈલ એક્ષ્પો યોજાશે. જેના અંતર્ગત કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે ગઈકાલે સુરતમાં વિવિધ ટેક્ષ્ટાઇલ પાર્કોની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતનું સુરત શહેર ટેક્ષ્ટાઈલ ઉદ્યોગનું હબ છે, જેથી રાજ્ય સરકાર દ્વારા નવસારી જિલ્લાના વાંસી બોરસી ખાતે પીએમ મિત્ર પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે.
Site Admin | નવેમ્બર 30, 2024 9:46 એ એમ (AM) | Akashvani | akashvaninews | Giriraj Singh | Gujarat | India | news | newsupdate | Surat | Taxtile | Taxtile Minister | topnews | ગુજરાત | સુરત
વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોની રોજગારીનું માધ્યમ : ગિરીરાજ સિંહ
