વસ્તુ અને સેવા કર -જીએસટી કાઉન્સિલની 54મી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બેઠકની અધ્યક્ષતા કરશે.
ઉલ્લેખનીય છે કે કાઉન્સિલની છેલ્લી બેઠક આ વર્ષે જૂનમાં મળી હતી. આ બેઠકમાં કાઉન્સિલે તમામ પ્રકારના સ્ટીલ, આયર્ન અને એલ્યુમિનિયમના દૂધના ડબ્બા પર 12 ટકા જીએસટીના એકસમાન દરની ભલામણ કરી હતી. કાઉન્સિલે એવી પણ ભલામણ કરી હતી કે ભારતીય રેલ્વેની સેવાઓ માટે સામાન્ય લોકો પર GST ન લગાવવો જોઈએ. આ સેવાઓમાં પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ, રિટાયરિંગ રૂમ અને વેઇટિંગ રૂમની સુવિધાઓ અને બેટરી સંચાલિત વાહન સેવાનો સમાવેશ થાય છે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 10:54 એ એમ (AM)
વસ્તુ અને સેવા કર -જીએસટી કાઉન્સિલની 54મી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે
