વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકામાં ભાજપના વિજય બાદ હવે પ્રમુખ પદ માટે દોડ શરૂ થઈ છે. વલસાડ નગરપાલિકામાં OBC મહિલા માટે અનામત પ્રમુખપદની પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે 7 મહિલા દાવેદારો છે. વોર્ડ નંબર 8માંથી જેસ્ટિકા દર્શન પટેલ જનરલ કેટેગરીમાં બિનહરીફ ચૂંટાયા છે. અન્ય દાવેદારોમાં ગૌરી હિતેશ રાણા, ભારતીબેન મનોજભાઈ પટેલ, લીનાબેન મનોજભાઈ આહીર અને માલતીબેન ટંડેલનો સમાવેશ થાય છે.
જ્યારે પારડી નગરપાલિકાનું પ્રમુખપદ અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. જેમાં ત્રણ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે. ધરમપુર નગરપાલિકામાં પછાત વર્ગ માટે અનામત બેઠક છે, જ્યાં ચાર ઉમેદવારો વચ્ચે હરીફાઈ ચાલી રહી છે. જીતેલા ઉમેદવારોના અભિપ્રાય મેળવીને પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડમાં નામો મોકલવામાં આવશે. બોર્ડ ચર્ચા બાદ ત્રણેય નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના મેન્ડેટ જાહેર કરશે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 7:18 પી એમ(PM)
વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકામાં ભાજપના વિજય બાદ હવે પ્રમુખ પદ માટે દોડ શરૂ થઈ છે
